શિક્ષણ પધ્ધતિ

શરીરની કેળવણી સાથે આત્માની કેળવણી એજ સાચી કેળવણી છે. બાળકો ભવિષ્યમાં પોતાની જાતે પગભર બની શકે તથા સ્વનિર્ભર અને આત્મનિર્ભર બની શકે એ જ વાત્સલ્યધામ વિદ્યા સંકુલનો ધ્યેય છે માટે બુનિયાદી શિક્ષણ પ્રણાલી મુજબ શિક્ષણ આપવામાં આવે છે.

• સહ શિક્ષણ ભાઈઓ - બહેનો સાથે શિક્ષણ

• છત્રાલય નિવાસી શિક્ષણ

• વ્યવસાય લક્ષી શિક્ષણ /કૃષિ શિક્ષણ ,વાયરમેન,બાગાયત ,પ્લ્મબરીંગ

• મૂલ્યલક્ષી પ્રવૃત્તિ,સાંજની પ્રાર્થના,રાષ્ટ્રીય અને ધાર્મિક ઉત્સવોની ઉજવણી

સહયોગ થી સફળતા

સહભાગી શિક્ષણ એટલે વિદ્યાર્થીઓ તેમના વિચારોને તથા અન્ય પ્રવૃતિઓને એમના જેવા જ વિદ્યાર્થીઓને સમજાવીને સહભાગી શિક્ષણ આપે.

અમારી ગજેરા શાળાના તારલાઓ વાત્સ્યલ્યધામ આવીને બાળકોને વિવિધ વિભાગમાં સર્જનાત્મક પ્રવૃતિઓ, પુસ્તકને લગતા શિક્ષણની ઉત્તમ તાલીમ આપીને અને વાત્સલ્યધામનાં બાળકો સ્કુલનાં બાળકોને ઈતર પ્રવૃતિઓ જેવી કે ખેતી, ગૃહઉદ્યોગ શીખવાડી સહભાગી શિક્ષણનું મહત્વ સમજાવે છે.

પરિક્ષા

શૈક્ષણિક પ્રોગ્રામ (લેખિત પરિક્ષા)તારીખ
યુનિટ ટેસ્ટમાસિક
પ્રથમ સામાયિક પરિક્ષાઓક્ટોબર, ૨૦૨૩
દ્રિતીય સામાયિક પરિક્ષા જાન્યુઆરી ૨૦૨૪
શૈક્ષણિક પ્રોગ્રામ (લેખિત પરિક્ષા)તારીખ
યુનિટ ટેસ્ટમાસિક
પ્રથમ સામાયિક પરિક્ષાઓક્ટોબર, ૨૦૨૩
દ્રિતીય સામાયિક જાન્યુઆરી ૨૦૨૪
બોર્ડ પરીક્ષા (ધો. ૧૦ અને ૧૨)માર્ચ ૨૦૨૪

પરિણામ

નંબરવર્ષવિધાર્થી સંખ્યાપાસનાપાસસ્કુલનું પરિણામ
૨૦૧૧૧૯૧૧૫૭.૮૯%
૨૦૧૨૨૦૧૦૫૦.૦૦%
3૨૦૧૩૩૧૧૪૧૭૪૫.૧૬%
૨૦૧૪૩૫૨૩૧૨૬૫.૭૧%
૨૦૧૫૬૭૬૩૯૪.૦૦%
૨૦૧૬૬૩૩૮૨૫૬૦.૩૧%
૨૦૧૭૭૩૫૭૧૬૭૮.૦૮%
૨૦૧૮૧૦૯૭૩૩૬૬૬.૯૭%

૨૦૧૯૮૫૬૧૨૪ ૭૧.૭૬%
૧૦૨૦૨૦૭૯૪૩૩૬૫૪.૪૩%
૧૧૨૦૨૧૬૫૬૫૧૦૦%
૧૨૨૦૨૨૭૩૫૩ ૨૦૭૨.૬૦%
૧૩ ૨૦૨૩૫૪૪૦૧૪૭૪.૦૭%
નંબરવર્ષવિધાર્થી સંખ્યાપાસનાપાસસ્કુલનું પરિણામ
૨૦૧૩૧૧૧૧૧૦૦.૦૦%
૨૦૧૪૧૨૧૦૮૩.૦૦%
૨૦૧૫૧૨૧૬૧૦૦.૦૦%
૨૦૧૬૧૮૧૮૧૦૦.૦૦%
૨૦૧૭૪૨૩૫૮૩.૩૩%
૨૦૧૮૨૫૨૫૯૨.૦૦%
૨૦૧૯૩૮ ૨૦૧૮૫૨.૬૩%
૨૦૨૦ ૪૬૪૧૮૯.૧૩%
૨૦૨૧૩૯૩૯0૧૦૦%
૧૦ ૨૦૨૨ ૧૮ ૧૮ 0૧૦૦%
૧૧ ૨૦૨૩ ૩૬ ૩૬ 0૧૦૦%

ઈતર પ્રવૃતિઓ

શિક્ષણ સાથે, તે પણ મહત્વનું છે કે વિદ્યાર્થીઓ ઈતર પ્રવૃત્તિઓમાં ભાગ લે, જે તેમને ચિત્ર કલા, નૃત્ય, સંગીત, રમત જેવી ઘણી પ્રવૃતિઓમાં તેમનાં કૌશલ્યો વિકસાવવા ઘણી મદદ કરે છે.

લક્ષ્ય હાંસલ કરવાનો ઉત્સાહ

જો કંઈક પામવાની જીજ્ઞાશા હોય અને પામવા માટે લાગલગાટ મહેનત કરવાનો ઈરાદો હોય તો કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે. દુનિયાભરમાં અનેક દાખલાઓ મોજુદ છે જેમાં લગભગ બધાએ સ્વીકારી લીધું હોય કે આ કાર્ય અશક્ય છે. તેને શક્ય કરનાર બીજું કોઈ નહિ પણ કાળા માથાનો માનવી છે. નિરાધાર અને લાચાર હોય તો શું થયું? બસ એક તક આપીને તો જુઓ અમે પણ કંઈક અનોખું, અકલ્પનીય કરી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ. આવા બાળકોને માટે વાત્સલ્યધામે તકનું નિર્માણકાર્ય કર્યું છે.

બાળકોમાં રહેલી અદભૂત શક્તિઓને બહાર લાવવા માટે આયોજનબધ્ધ રીતે કાર્ય કરવું પડે છે. વાત્સલ્યધામમાં બાળકોનું રમતગમત ક્ષેત્રે છુપાયેલું કૌશલ્ય બહાર લાવવા માટે પાયાની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. બાળકો નાનપણથી વિવિધ રમતો શીખે અને સમય આવ્યે જે તે રમતમાં પોતાનું કૌશલ્ય દેખાડી શકે તે પ્રકારનું પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે.

એક દાયકાની સફરમાં બાળકોને ખેલ મહાકુંભથી લઈને રાષ્ટ્રીયકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ એવોર્ડ હાંસલ કર્યા છે. રમતગમત ક્ષેત્રે બાળકોના શ્રેષ્ઠ પ્રદર્શનથી આજે વાત્સલ્યધામ પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે. છેલ્લાં દસ વર્ષમાં બાળકોએ ગ્રામ્યકક્ષાથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધી ખો-ખો, વોલીબોલ, કબ્બડ્ડી, ગોળા ફેંક, કેરમ, ફુટબોલ, બાસ્કેટ બોલ, બેડમિન્ટન સહિતની રમતોમાં ભાગ લઈને પોતાનું ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે.