• સ્નાન

    સવારે ૦૫:૩૦ થી ૦૬:૧૫
  • યોગા

    સવારે ૦૬:૧૫ થી ૦૬:૪૫
  • સવારનો નાસ્તો

    સવારે ૦૬:૪૫ થી ૦૭:૩૦
  • શૈક્ષણિક પ્રવૃત્તિઓ

    સવારે ૦૭:૩૦ થી બપોર ૧૨:૩૦
  • બપોરનું ભોજન

    બપોરે ૧૨:૩૦ થી ૦૨:૦૦
  • અન્ય પ્રવૃત્તિઓ

    બપોરે ૦૨:૦૦ થી ૦૪:૦૦
  • ટીમમાં સાથે કામ

    બપોરે ૦૪:૦૦ થી ૦૫:૦૦
  • રમતો

    સાંજે ૦૫:૦૦ થી ૦૬:૦૦
  • સાંજની પ્રાર્થના

    સાંજે ૦૬:૦૦ થી ૦૭:૦૦
  • સાંજનું ભોજન

    સાંજે ૦૭:૦૦ થી ૦૮:૦૦
  • અભ્યાસ

    સાંજે ૦૮:૦૦ થી ૧૦:૦૦
  • પોઢવાનો સમય

    સાંજે ૧૦:૦૦

જીવનના સ્વપ્નાં

મને બનવું છે સિંગર

માતા – પિતાના છૂટાછેડા થયા બાદ વાત્સલ્યધામમાં અમે બંને ભાઈ-બહેનનો પ્રવેશ થયો હતો . હું અને મારા ભાઈ હર્ષનું માનવું છે કે જો કદાચ અમે સમાજનાં ઝઘડાખોરી તથા કિન્નાખોરીના વાતાવરણમાં મોટા થયાં હોત તો આટલાં આગળ વધી શક્યા ન હોત. અમારા માતા-પિતાથી છુટા પડ્યા તેનું દુઃખ છે. અમને ઘણી વખત તેમની સામે સવાલ થાય છે.

પરંતુ, વાત્સલ્યધામે અમને એટલું બધું આપ્યું છે કે તેના કારણે અમને કોઈ ફરિયાદ નથી. મને સિંગર બનવાની ઈચ્છા છે. આ માટે હું તાલીમ પણ લઇ રહી છું. દસમાં ધોરણમાં અભ્યાસ કરું છું. હજુ ઘણી લાંબી મંજિલ કાપવાની છે. અમે કદાચ અમારા ઘરમાં હોત તો લાડ-કોડના ઉછેરમાં અમે જીવનનો સાચો અભ્યાસ કરી શક્યા નહોત.

આજે જીવનમાં અમને તમામ ક્ષેત્રમાં આગળ વધવા માટેનું મુક્ત વાતાવરણ વાત્સલ્યધામ પૂરું પાડે છે. અહીં થયેલા ઘડતર થકી અમારા સ્વપ્નો સાકાર કરવામાં અમને ચોક્કસ સફળતા મળશે તે કહેવું યોગ્ય ગણાશે.

પ્રાચી શાહ

સોનું શેખ

રસ્તે રઝળતાં નિરાધારો પણ બની શકે છે કોમ્પ્યુટર નિષ્ણાંત

બાળકોનો સર્વાંગી વિકાસ માટે સમાજે એક સાથે પ્રયાસો કરવા જરૂરી છે. તો જ એક ઉત્તમ અને આદર્શ સમાજના નિર્માણનું કાર્ય શકશે. વાત્સલ્યધામમાં રહીને હું દસમાં ધોરણમાં અભ્યાસ કરું છું. હું આઠ કે નવ વર્ષનો હતો ત્યારે માતા મને છોડીને ચાલી ગયા અને તેના પગલે પિતા પણ છોડીને ચાલ્યા ગયા તેની ધુંધળી યાદો હજુ મારા માનસપટલ પર અંકિત છે. રસ્તે રઝળવાનો વખત આવ્યો હતો. મને યાદ છે આમ તેમ ભટકીને કંઈક ને કંઈક આરોગી લેતો હતો. એક દિવસ ભટકતાં- ભટકતાં પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને ત્યાંથી મારો સીધો પ્રવેશ વાત્સલ્યધામમાં થયો હતો.

શરૂઆતમાં અનેક વખત અહીંથી ભાગી જવાની ઈચ્છા થઈ હતી. એકાદ વખત પ્રયત્ન પણ કર્યો હતો. જયારે ભાગીને સમાજમાં પાછો ગયો ત્યારે ખબર પડી કે સમાજનો વરવો ચહેરો મારા જીવનને કદી આગળ વધવા માટે પ્રેરકબળ નહિ બને. મને સ્વાવલંબી બનવા માટે શિક્ષણ મેળવવું જરૂરી છે. શિક્ષણ અને તાલીમ થકી મને જીવનનો લક્ષ્યાંક હાંસલ થશે.

મને કોમ્પ્યુટર ક્ષેત્રે નિષ્ણાંત બનવાની ઈચ્છા છે. અહીં મારા સપનાંઓને પુરા થવાની ઉત્તમ તક પ્રાપ્ત થઈ છે.

મંદિર મસ્જિદ - બિન સાંપ્રદાયિકતાનું ઉદાહરણ

વાત્સલ્યધામ સંકુલમાં માતાજીનું મંદિર, શિવજીનું મંદિર તથા ચીચામાં દરગાહ જેવા ધાર્મિક સ્થાનો એ બિનસાંપ્રદાયિકતાનું ઉતમ ઉદાહરણ છે. વાત્સલ્યધામ પરિવારમાં આવતા બાળકને કોઈ પણ ધર્મ કે જ્ઞાતિનાં આધારે નથી જોવામાં આવતું પરંતુ માણસાઈનાં નાતે તેને વાત્સલ્યધામ પરિવારમાં જોડવામાં આવે છે. બાળક મંદિર તથા મસ્જીદમાં એક સરખો વિશ્વાસ રાખે છે અને તે ધર્મ નિરપેક્ષતા તથા બિનસાંપ્રદાયિકતાનું મૂલ્ય શીખે છે. આમ સમગ્ર સંકુલ એ મંદિર અને મસ્જીદ ઈશ્વર તથા અલ્લાહનાં વિશ્વાસનું પ્રતિક છે.

સ્વનિર્ભર જીવનશૈલી

વાત્સલ્યધામ વિદ્યાસંકુલ ગાંધી વિચારધારાને અનુસરીને બાળકોમાં સ્વાવલંબનના સંસ્કારોનું સિંચન કરે છે. દરેક કાર્યને સમાન ગણી, સાનુકૂળ કે વિપરીત પરિસ્થિતિમાં એક સાથે રહીને આગળ વધવાનું વલણ બાળકો સહજતાથી શીખે આ સિધ્ધાંત પર જ સંકુલની દિનચર્યા તથા પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે.
સાંજે ૪ થી ૫ વાગ્યાના સમય દરમિયાન સુયોજીતરૂપે ટુકડીઓમાં વિદ્યાર્થીઓ બાગકામ, ખેતી, સંકુલની સાફ-સફાઈ, વાત્સલ્યધામના પરિસરમાં આવેલા છોડવા અને વ્રુક્ષોની જાળવણી, પુસ્તકાલયમાં વાંચન જેવાં વગેરે કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે.

બાળકો નાનામાં નાનું કામ જાતેજ ચોક્કસાઈપૂર્વક કરીને સ્વનિર્ભરતાનો પાઠ આત્મસાત કરે છે.

ભોજનાલય

બાળકનાં સર્વાંગી વિકાસ માટે શારીરિક અને માનસિક વિકાસએ સૌથી મહત્વની બાબત છે. શારીરિક વિકાસ માટે પોષણક્ષમ આહાર જરૂરી છે. વાત્સલ્યધામ વતી બાળકને ગુણવતાયુક્ત તથા પૌષ્ટિક ભોજન મળી રહે તેની પુરી તકેદારી રાખવામાં આવે છે. સવારમાં નાસ્તો, બપોરનું ભોજન તથા સાંજનું ભોજન સંતુલિત મેનુ મુજબ આપવામાં આવે છે. જેથી કરીને વાત્સલ્યધામનું બાળક શારીરિક રીતે શસક્ત બને અને તેનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ સંપૂર્ણ પણે થાય.ભોજનની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને નીચે દર્શાવેલ બાબતો પર ભાર આપવામાં આવે છે.:

•આયોજન મુજબ ભોજન વ્યવસ્થા
•સંસ્થાની ગૌશાળામાંથી શુદ્ધ દુધની વ્યવસ્થા
•ઋતુ મુજબ લીલા શાકભાજીનો ઉપયોગ
•ઓર્ગનીક પદ્ધતિથી થયેલ શાકભાજીનો ઉપયોગ
•ગુણવત્તા યુક્ત અનાજ, કઠોળ અને મરી મસાલાનો ઉપયોગ