Aashish Patel Success Story

મારું નામ પટેલ આશિષ ડી. મારું ગામ ભરૂચ જીલ્લાનું ધમરાડ. નાના પરિવારમાં હું અને માતા-પિતા હતા. અચાનક પિતાનું અવસાન થતાં પરિવાર પર મુસીબતો આવવા લાગી. મારું કોઈ જ ભાવી ન હતું. આંખમાં જોયેલા સ્વપ્નો રોળાતાં જોયાં. પિતાતો ગુમાવ્યાં સાથે પરિસ્થિતિને લીધે માતાથી પણ અલગ કાકા સાથે રહેવાનું નક્કી થયું. કાકાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી આગળ ભણવાનું લગભગ બંધ જ થવાનું હતું. એવામાં કોઈએ કાકાને વાત્સલ્યધામનું જણાવ્યું ત્યાર બાદ હું કાકા સાથે વાત્સલ્યધામમાં આવ્યો. ત્રણ વર્ષ સંસ્થામાં રહીને જીવનને કેવું બનાવવું તે શ્રી વસંતદાદાના પ્રતિ રવિવારે અપાતા સકારાત્મક વિચારોમાંથી શીખીને તેમની એક વાત ખાસ જીવનમાં ઉતારી કે વ્યક્તિ લાચાર નથી. તે ધારે તે કરી શકવાની તાકાત ધરાવે છે. મેં નિર્ણય કર્યો કે હું પણ કોઈની ઉપર બોજ બન્યાં વિના આગળ ભણીશ. ૧૨ પછી હું નવસારી મામલતદાર કચેરીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા આગળ અભ્યાસ પણ ચાલુ છે. મારામાં આવેલ મક્કમતા, કામ કરવાની તાલાવેલી અને સમુહમાં ભળી જવાની આવડત વાત્સલ્યધામ અને ગજેરા પરિવારને આભારી છે.

 
Aashish Patel

Computer Operator
Vatsalyadham