Somnath Chaudhari Success Story
નાની ઉંમરે પિતા નું અવસાન થતા પારિવારિક સહારો ગુમાવ્યો. .પરિવારમાં ચાર ભાઈ બહેન હતા. માત્ર માતા જ અમારો આધાર હતો. અભ્યાસ કરી શકાય એવી પરિસ્થિત ન હતી.ગામમાં અમુક બાળકો નાની ઉમરમાં મજૂરી કામ વગેરે પ્રવૃત્તિ માં જોડાયેલા હતા જો વાતાલ્યાધામ ન મળ્યું હોતતો હું પણ આજે બાળ મજુર હોત.વાત્સલ્યધામના કારણે હું મારા સ્વપ્નની જિંદગી જીવતો થયો. વસંતદાદા દ્વારા માતા-પિતાનો પ્રેમ મળ્યો.વાત્સલ્યધામમા નવ વર્ષ રહી ધોરણ- 12 સુધી નો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારબાદ મારું સ્વપ્ન શિક્ષક બની સમાજની સેવા કરવા નું હતું જેથી વાત્સલ્યધામ અને વસંતદાદા એ લોકભારતી સણોસરા-ભાવનગર મા શિક્ષકની તાલીમ માટે પ્રવેશ અપાવ્યો બે વર્ષ તાલીમ લઇ મારો અભ્યાસ પૂર્ણ કરી હાલ હું વાત્સલ્યધામમા શિક્ષક તરીકે જોડાયો છુ.વાત્સલ્યધામ ગજેરા ટ્રસ્ટ અને વસંતદાદા ના કારણે મારું સમાજ સેવા નું સ્વપ્ન પૂર્ણ થયું આજીવન ઋણી છું. આજીવન સમાજ સેવા માટે તત્પર રહીશ.
Teacher
Vatsalyadham