બાળપણથી મને ડાન્સર બનવાનો શોખ હતો. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી એટલે અભ્યાસ પુરો થશે કે કેમ તે વિચાર સતત આવતો હતો. જો કે માતાના દ્રઢ સંકલ્પનાં કારણે મારા ઉચ્ચ અભ્યાસના તમામ પ્રયાસો બાદ માતાને વાત્સલ્યધામ ની રાહ દેખાઈ. સુરતની એક શાળામાં અભ્યાસ કર્યા બાદ તરુણ વયે માતાએ મને વાત્સલ્યધામમાં ભણવા માટે મોકલવાનો નિર્ણય લીધો હતો. જેના થકી મારા સ્વપ્નોની ઉડાનને નવા પંખ મળવાની શરૂઆત થઇ હતી.

એક ગરીબ પરિવારનું બાળક ડાન્સર બની શકે છે? સવાલનો જવાબ હા માં છે. કેમ ના બની શકે? ગરીબ બાળકને પણ પ્રોત્સાહક વાતાવરણ અને સચોટ માર્ગદર્શન મળી રહે સાથે તેનામાં છુપાયેલી પ્રતિભાને ખીલવવા માટેનું પ્લેટફોર્મ મળે તો ચોક્કસ કોઈ પણ બાળકને તેનાં જીવનમાં નક્કી કરેલાં લક્ષ્યાંકને હાંસલ કરી શકે. વાત્સલ્યધામમાં મને નૃત્યની તાલીમની સાથે સાથે વિદ્યાર્થીઓને નૃત્ય નિર્દેશન કરવાનું શીખવા મળ્યું છે જેના કારણે મારામાં રહેલી પ્રતિભા ખીલી શકી છે.

આજે મને મુંબઈની સંસ્થામાં એક ડાન્સ ટ્રેનર તરીકે કામ મળ્યું છે જેની પાછળ વાત્સલ્યધામનો મોટો સિંહફાળો છે. કારણ કે વસંતદાદા તથા વાત્સલ્યધામના સંચાલકોએ મારામાં વિશ્વાસ રાખ્યો અને મને આગળ વધવા માટે સતત પ્રોત્સાહન આપ્યું તે મહત્વનું છે. આજે મને મુંબઈમાં અનેક યુવા અને ઉત્સુક વિદ્યાર્થીઓને નૃત્યની તાલીમ આપવાના કામથી આત્મસંતોષ થાય છે. આ સાથે સરીગામ ખાતે લક્ષ્મી વિદ્યાપીઠ અને વાત્સલ્ય રાત્રી શાળામાં ડાન્સ ટ્રેઈનર તરીકે સેવા આપવાનું કાર્ય જીવનમાં અનોખો આનંદ આપે છે.

 
કિરણ આહિરે

ડાન્સ શિક્ષક
લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ