રાજપીપળાના આદિવાસી વિસ્તારમાં મારો જન્મ થયા પછી બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી અને ઘરની કપરી પરિસ્થિતિને કારણે અભ્યાસ પડતો મુક્યો. જીવનમાં આગળ વધવાની શક્યતાઓ ધૂંધળી થયી થઈ હતી ત્યારે જ કંઇક હાંસલ કરવાની તાલાવેલીમાં નવા જીવનનો આરંભ થયો.

મારા સ્વપ્નોને વાત્સલ્યધામની પાંખ મળી. શૈક્ષણિક વિકાસની સાથે સાથે જીવનના અનમોલ મૂલ્યોની સોગાદ મળી. વાત્સલ્યધામમાં ૭માં ધોરણ સુધી અભ્યાસ કરી નજીકની એક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ ૧૨ સુધીની શિક્ષણ પૂર્ણ કર્યું.

વાત્સલ્યધામ પરિવારે મારી મહત્વકાંક્ષાઓને આભ ઉંચી ઉડાન આપી. ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠ, સરીગામ ખાતે બી.બી.એ.માં પ્રવેશ મેળવ્યો. એમ.બી.એ. સુધીના સફળ અભ્યાસ બાદ લક્ષ્મી વિદ્યાપીઠમાં જ એકાઉન્ટન્ટની ભૂમિકા મળી.

જીવનલક્ષી શિક્ષણ, પ્રેરણારૂપ સંસ્કાર અને ગૌરવપૂર્ણ જીવન... મારા અનમોલ વાત્સલ્યધામની એક વ્યાપક પરિભાષા.

 
 
વસાવા શૈલેશ

એકાઉન્ટન્ટ
લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ