મારા પિત્રાઇ ભાઈઓની મદદથી વાત્સલ્યધામના પગથિયાં ચડી શક્યો જ્યાં મે ધોરણ ૭માં પ્રવેશ મેળવ્યો. હું કેમ્પસ, મિત્રો અને તમામ બાળકોના ઉછેર માટે પૂરી પાડવામાં આવતી સવલતથી ખૂબ જ ખુશ છું. હું નવો હતો તેથી મને બધી જ ટીમમાં ભાગ લેવાનો નવો અનુભવ થયો. ઘણાં વર્ષો વીતી ગયા, અન્ય બાળકોના વિકાસને વિકસાવવી અને કેમ્પસને જાળવી રાખી મેં મારા માટે પ્રેરણારૂપી કાર્ય કર્યું.

જ્યારે પણ મને સમય મળતો ત્યારે હું ટીમમાં દોડી જતો અને ઇલેક્ટ્રિકને લગતું કામ તથા વાયરિંગની મૂળભૂત બાબતો શીખવા લાગ્યો. ટૂંક સમયમાં, હું ધોરણ 10માં આવ્યો અને આ ડિપાર્ટમેન્ટનું સંચાલન કરનારા વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી સ્નાતક થયા અને કેમ્પસ છોડીને ગયા. મારા કામને માટે મારા પ્રેમ અને રસને જોતા,મને તે વિભાગનું સંચાલન કરવાની જવાબદારી આપવામાં આવી. મેં અન્ય બાળકોને એ જ પ્રેમ અને સમર્પણની ભાવના સાથે શીખવ્યું છે, જેમ મને મારા વાત્સલ્યધામના સાથીઓએ શીખવ્યું હતું અને એમને ભાવિ લીડર બનવા માટે પણ સમજાવ્યા હતા. મારી ઉત્સુકતા વધતી ગઈ અને છેલ્લે ધોરણ ૧૨માં અભ્યાસ પૂરો કરી મેં મારા આ સ્વપ્ન વિષે ડિરેક્ટર સરને સંપર્ક કર્યો. તેમણે મને લક્ષ્મી ગ્રૂપમાં નર્સરી ડિપાર્ટમેન્ટમાં સહાય કરવા માટેનું કામ સોપ્યું અને એક દિવસ તેમણે મને કિંજલ મૅમ સાથે મુલાકાત કરાવી, જેમને મેં મારા સ્વપ્ન વિશેની રજૂઆત કરી. તેમણે મને સુનિતાઝ મેકર્સસ્પેસમાં નિર્માતા તરીકે પ્રવેશ આપ્યો અને મને લક્ષ્મી ડાયમંડ ખાતે ઇલેક્ટ્રિક કાર્યમાં તાલીમ અપાવી. હું મારા કામનો બહુ આનંદ માણી રહ્યો હતો કારણ કે મને લાકડું,થ્રેડ,લોખંડ,વાંસ જેવા વિવિધ સામગ્રીઓ દ્રારા વેલ્ડર,કલાકાર,સુથાર જેવા વિવિધ નિષ્ણાતો સાથે કામ કરવાની તક મળે છે, અમે દીવા અને ગીફ્ટ આર્ટીકલ જાતે બનાવીએ છીએ. સર્જનાત્મકતા અને તકનીકીનો એ એક સંપૂર્ણ સહયોગી અનુભવ હતો.

 
સુરેશ રાંકડ

મેકર – આર્ટ ક્લબ
સુનિતાઝ મેકર્સસ્પેસ

બીજા લોકોને કામ કરતાં જોઈ મને પણ કામ કરવાની ધગશ થયી અને પુરા સમપર્ણ સાથે મેં કામ કરવાનું ચાલુ કર્યું. હાલમાં, હું ગજેરા ગ્લોબલ સ્કૂલ ખાતે કાર્યરત છું તથા ઇલેક્ટ્રિક અને મેઈન્ટેનન્સના કાર્યમાં મદદ કરું છું. અંતમાં, મને આઈટીઆઈમાં વાયરીંગ કોર્ષમાં પ્રવેશ મળ્યો અને મારી ઇલેક્ટ્રિક ક્ષેત્રે પ્રગતિ થઈ..