મેં ૫માં ધોરણમાં વાત્સલ્યધામમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાં શિક્ષણ દરમ્યાન મને મુખ્ય જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને મેં કેમ્પસના એક અભિન્ન અંગ તરીકે સેવા આપી હતી.મને હજી પણ યાદ છે કે હું વાત્સલ્યધામમાં ૨ વર્ષ સુધી કમ્પ્યુટર લેબનો ઇન્ચાર્જ હતો જેનું મને ગૌરવ છે.

શરૂઆતના વર્ષો મને શીખવા, વિકસવા અને આનંદમાં ગયા જે મને મારી કલા વિકસાવવા માટે મદદરૂપ થયા. પ્રાયમરી શિક્ષણ દરમ્યાન, અમને ચિત્રકામનો વિષય આવતો હતો જેનાથી હું મારા પાયાને મજબુત બનાવી શક્યો. ઘણા શિક્ષકો કે જે મારા પાયાના ઘડતરરૂપ હતા એમના હંમેશા હું સંપર્કમાં રહેતો અને જયારે સમય મળતો ત્યારે એમની પાસે માર્ગદર્શન મેળવતો.સમય પસાર થતો ગયો અને મેં ૧૦માં ધોરણમાં પ્રવેશ મેળવ્યો. હું મારા જીવનમાં શિક્ષણના મહત્વને સમજી ગયો હતો,પરંતુ મને જે મળ્યું તે આર્ટ હતું. અમે ૧૦માં ધોરણમાં આર્ટને મુખ્ય વિષય તરીકે નહતો લીધો છતાં પણ વાત્સલ્યધામના પ્રોત્સાહિત વાતાવરણ અને માર્ગદર્શક દ્રારા મારા કૌશલ્યોને આકાર આપવામાં આવતો હતો.

હું કલા ટીમનો એક ભાગ હતો અને અમને મુખ્ય કાર્યક્રમો તથા તહેવારો દરમિયાન કેમ્પસની સજાવટ માટે જવાબદારીઓ ફાળવવામાં આવી હતી. અમે વિવિધ સામગ્રીઓ સાથે પ્રયોગ કરવાનું ચાલુ રાખ્યું છે લાકડું,પાંદડાઓ અને ઘણાં વધુ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને કલાના સાચા સ્વરૂપને શોધવા માટે અમારા મગજને વધુ કસતા થયા.અમે લક્ષ્મી વિદ્યાપીઠ,સરીગામના કલા માર્ગદર્શકના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન આર્ટ ફેસ્ટીવલ, મુંબઈ,૨૦૧૬ માં ભાગ લીધો હતો તથા પોતાની કલાને વિકસાવવા માટે ઘણાં કાર્યક્રમો અને વર્કશોપમાં હાજરી આપી.

 
વિનોદ જાદવ

મેકર – આર્ટ ક્લબ
સુનિતાઝ મેકર્સસ્પેસ

ધોરણ ૧૨માં અભ્યાસ પૂરો કર્યા પછી, મેં વધુ અભ્યાસ કરવા માટે ધરમપુરમાં પ્રવેશ લીધો. પરંતુ, કલા માટેની મને ઉત્સુકતા હતી અને તે જ મારા જીવનનો એકમાત્ર ધ્યેય હતો. તે સમજાતાં, હું વાત્સલ્યધામ પાછો આવ્યો અને ડિરેક્ટરશ્રી પાસે ગયો. ત્યારબાદ તેમણે મને વાત્સલ્યધામની નર્સરી ખાતે છોડની જવાબદારી ફાળવી અને એક દિવસ કિંજલ મૅમ સાથે અમારી મુલાકાત થઈ, જેમની સાથે મેં મારા સ્વપ્નની રજુઆત કરી. મને સુનિતા મેકરસ્પેસમાં એક આર્ટ મેકર તરીકે જવાબદારી મળી અને કલાના જુદા જુદા સ્વરૂપો શીખવા અને શોધવા માટે ગજેરા ટ્રસ્ટની બધી શાળાઓમાં મુલાકાત લીધી. મારી સર્જનાત્મકતાને હંમેશાં પ્રોત્સાહિત કરવામાં આવી, જે મેં બીજાને આપી આજે હું સુનિતાઝ મેકર્સસ્પેસનો ભાગ છું એની મને ખુશી છે. હું કેનવાસ પેઇન્ટિંગ, દિવાલ પેઇન્ટિંગ, સ્કેચ, પેપર ક્રાફ્ટ, શિલ્પો અને ગજેરા ગ્લોબલ સ્કૂલના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સાથે મળીને કલા પ્રોજેક્ટ્સ પણ બનાવું છું.

એવું જણાય છે કે પ્રકૃતિ કલાની સાચી પ્રેરણા છે પરંતુ જીવનમાં વિકાસ માટે દરેક વ્યક્તિએ શીખવું જોઈએ.તેથી મારા ઉદેશ્યની સાથે મેં પેઈન્ટીંગ કોર્સમાં પ્રવેશ લીધો છે અને એ રીતે હું મારી કલાની ઉત્સુકતાથી શીખું છું, બનાવું છું અને બીજાને શીખવાડું છું.