હું વલસાડ જીલ્લામાં આવેલા કપરાડા તાલુકાના ફલી ગામની સ્કુલમાં ૪થા ધોરણમાં અભ્યાસ કરતો હતો.એક દિવસ, મારા ભાઈએ વાત્સલ્યધામ વિશે જાણ્યું અને વધુ સારું શિક્ષણ પૂરું પાડવા તથા મારા ભાવિને સુધારવા તેમણે મને વાત્સલ્યધામમાં પ્રવેશ કરાવ્યો. જ્યાં મેં મારું સ્કુલનું ભણતર પૂરું કર્યું અને એની સાથે સાથે જીવનને લગતા વિશેષ મૂલ્યો તથા જવાબદારીઓ શીખ્યો. શિક્ષણ ઉપરાંત મને હંમેશા રમતગમત,સંગીત,નૃત્ય અને આર્ટક્રાફ્ટ જેવી પ્રવૃતિઓમાં પણ રસ હતો.વાત્સલ્યધામના ઉત્સાહપૂર્ણ પર્યાવરણમાં શિક્ષકોના માર્ગદર્શનથી મને ચિત્ર કલા વિષયમાં રુચિ આવી જેથી હું અમારા કેમ્પસ અને મારા પોતાના વિકાસમાં બહુ મોટું યોગદાન આપી શક્યો.

મારો અભ્યાસ ૧૨ સુધી પૂરો કરી, મેં ફાઈન આર્ટસ શીખવા કિંજલદીદીને મળ્યો.તેમણે મારામાં છુપાયેલી કુશળતા અને આર્ટસ માટેની ઉત્સુકતા ઓળખી સુનીતા મેકર્સસ્પેસમાં મને એક નિર્માતા તરીકે પ્રવેશ આપ્યો. જયારે હું મેકર્સસ્પેસમાં જોડાયો ત્યારે મેં ઘણી બધી પ્રવૃતિઓ થતાં જોઈ, જે મને કલાના નવા પરિમાણો શીખવા માટે મદદરૂપ થઇ.સુનિતાઝ મેકર્સસ્પેસના માર્ગદર્શકોએ મને નવી કલાત્મક કુશળતા શીખવી જેથી અમે વિવિધ વર્કશોપ અને ઇવેન્ટ્સમાં હાજરી આપીને અમારા જ્ઞાનનો વિકાસ કરી શકીએ છીએ. હું સુનિતાઝ મેકર્સસ્પેસનો ભાગ હોવાનો આનંદ માણું છું અને હવે હું ઓઇલ પેઇન્ટિંગ,કોફી પેઇન્ટિંગ, વુડ આર્ટ, વોલ પેઇન્ટિંગ અને ઘણીબધી વિવિધ શિલ્પકૃતિઓ બનાવી રહ્યો છું.

હાલમાં, મેં શામળદાસ આર્ટસ કોલેજ ખાતે પેઈન્ટીંગમાં ડિપ્લોમા માટે પ્રવેશ મેળવ્યો છે અને તેની સાથે સાથે આર્ટ્સના ક્ષેત્રમાં સંશોધન કરવા માટે વિવિધ સામગ્રી સાથે પ્રયોગ કરવાનું શીખવું છે.

 
વિષ્ણુ ડગલા

મેકર – આર્ટ ક્લબ
સુનિતાઝ મેકર્સસ્પેસ