શરદઋતુની મોસમ દરમિયાન, મેં વાત્સલ્યધામમાં પહેલો પગ મુક્યો અને ધોરણ ૪માં પ્રવેશ મેળવ્યો. કેમ્પસ જોઈને હું પહેલી નજરે સંપૂર્ણપણે પ્રભાવિત થયો અને પ્રેરણા મળી. જે રીતે વૃક્ષો ઋતુ દરમિયાન પાંદડાઓ ખેરવી નાખે છે,તેવી જ રીતે,હું મારી બધી ખરાબ ટેવને છોડી પોતાની જાતને વિકસાવવા માટે કટીબધ્ધ થયો.

શરૂઆતમાં, મારા પરિવારથી દુર રહેવું અને નાના ભાઈની સંભાળ રાખવી મુશ્કેલ હતી. વાત્સલ્યધામમાં ઉત્સાહિત અને મદદરૂપ વાતાવરણ હતું અને તેના દરિયામાં પ્રેમ તથા દેખભાળની ઊંડાઈ હતી કે જેથી મારા જેવા અજાણ વ્યક્તિને કેમ્પસનો ભાગ બનવા માટે ઘણું સહેલું થઈ શકયું. 3 વર્ષ સુધી મને કિચન, છાત્રાલય અને ટીમવર્ક વિભાગના નેતૃત્વની તક આપવામાં આવી. એ સમય દરમ્યાન મેં મારા સાથીદારોને ફોટોગ્રાફી કરતાં જોયા અને મને તે શીખવાની આતુરતા થઈ. આ વાતની ચર્ચા મેં અમારા ડાયરેક્ટરને કરી જેથી મને એમણે એક ઇવેન્ટમાં ફોટોગ્રાફી કરવાની તક આપી.તેમણે મારા સર્જનાત્મક કામની પ્રસંશા કરી અને કેમ્પસના ફોટોગ્રાફર તરીકે મારી નિમણુંક કરી.

વાત્સલ્યધામમાં દરેક બાળકની રુચિ વિકસાવવા માટે ઘણી જીવન-સમૃધ્ધ પ્રવૃતિઓ છે. મને કબડ્ડીમાં રસ હતો અને ઘણા રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક મળી.હું હંમેશા પ્રાર્થનામાં ભાગ લેતો અને પ્રેરક પ્રવચન આપવા ઉત્સુક રહેતો.

 
ગણપત વાઘમોરે

ફોટોગ્રાફર અને ડેટા કોઓર્ડિનેટર
ગજેરા ટ્રસ્ટ

ભાષાની ટીમના ભાગરૂપે, મેં સાંજના સમય દરમિયાન નાના બાળકોને ભાષાની તાલીમ પણ આપી. હું વાત્સલ્યધામના બાળકોને એમની ઉંમરને યોગ્ય વિચારો આપતો, જેના પર તેઓ તેમના વિચારો રજુ કરીને વાતચીત કરી શકે.

વાત્સલ્યધામનો દશાબ્દી મહોત્સવ મારા માટે જીવન બદલી નાખે એવો ઉત્સવ હતો. એ ઉત્સવની તૈયારી દરમ્યાન મેં વસંતદાદા સાથે વાતચીત કરી હતી. મેં ફોટોગ્રાફીના ક્ષેત્રમાં કામ કરવા માટે મારી ઈચ્છા વ્યક્ત કરી. આ ઉત્સવ સફળતાપૂર્વક પતી ગયા પછી દાદા દ્રારા અમને બોલાવવામાં આવ્યા. એમણે અમને વધુ અભ્યાસ કરવાનો નિર્ણય લેવા માટે આગ્રહ કર્યો.

ત્યારબાદ મને લક્ષ્મી ડાયમંડમાં કામ કરવાની તક મળી અને ટૂંક સમયમાં જ હું ચાર દિવાલોમાં મારી સર્જનાત્મકતાને પ્રતિબંધિત થતી જોઈ સમજી ગયો. એક દિવસ હું કિંજલ મેડમને મળવા ગયો અને મારા સ્વપ્ન વિષે ચર્ચા કરી. એમણે મને એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનો પ્રોજેક્ટ આપ્યો. એમણે મારી સર્જનાત્મકતા માટે પ્રશંસા કરી હતી અને તેમણે મને ગજેરા ટ્રસ્ટ ખાતે ફોટોગ્રાફર અને ડેટા કોઓર્ડિનેટર તરીકે નિમણુંક કરી હતી.

આજે હું મારી ઉત્કુટતાથી કામ કરું છું અને સાથે સાથે બી.એ. કોર્ષમાં પ્રવેશ લીધો છે.હું માનું છું કે કોઈ વ્યક્તિએ પોતાના જુસ્સાને જાણવા માટે ચોક્કસ રાહ પર ચાલવું જ જોઈએ.